Site icon

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો ભીષણ એક્સિડન્ટ, આટલા લોકોના નિપજ્યા મોત, છ જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈ-આગ્રા હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની શિવશાહી બસનો ભીષણ એક્સિડન્ટ થયો છે, જેમાં દુઘર્ટના સ્થળે જ  એક વ્યક્તિનું  મોત નીપજ્યું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુઘર્ટના  હાઈવે પર નાશિકમાં તપોવન કોર્નર ખાતે બની હતી.

સ્ટેટ ટ્રાન્સપોર્ટના પ્રવકતાના જણાવ્યા મુજબ નાસિક-ઔરંગાબાદ શિવશાહી બસ તપોવન કોર્નર પાસે આવી રહી હતી, ત્યારે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ફ્લાયઓવર ની નીચે અન્ય બસ સાથે જોશભેર  અથડાઈ હતી, તેણે એક ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી. જેમાં ટુ-વ્હીલર સવાર નું મૃત્યુ થયું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાનની મુશ્કેલીમાં વધારોઃ કોર્ટે હવે આપ્યો આ આદેશ; જાણો વિગત

શિવશાહી બસની સુરક્ષાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. રાજ્યમાં અગાઉ પણ અનેક વખત આ બસ અકસ્માતમાં મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આથી સરકાર દ્વારા શિવશાહી બસની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version