Site icon

રાલેગણસિદ્ધીમાં થઈ રહેલા અનશનથી સમાજસેવક અન્ના હજારેનું વધી ગયું ટેન્શન. કેમ અન્ના હઝારેની સુરક્ષામાં થયો વધારો? જાણો શું છે સમગ્ર મામલો.

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભૂખ હડતાલ પર ઉતરી પોતાની સરકારની ચિંતા વધારીને તેમને અનેક વખત ઝુકાવનારા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે આ વખતે ખુદ ટેન્શનમાં આવી ગયા છે. મહારાષ્ટ્રના અહેમદનગરમાં આવેલા તેમના ગામ રાલેગણસિદ્ધીમાં અમુક કાર્યકર્તા અનશન પર બેસી રહ્યા છે, તેને કારણે સ્થાનિક પ્રશાસન તો એલર્ટ થઈ ગયું છે. પરંતુ અન્ના હજારની ચિંતામાં પણ વધારો થયો છે.

ઉપવાસ પર ઉતરનારા લોકજાગૃતિ સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓના કહેવા મુજબ પારનેર તાલુકામાં પાણીના ટેન્કરની ગડબડ અંગે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. કંપનીના અમુક અધિકારી જેઓ કથિત ગેરરીતી અને દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ અન્નાના રાલેગણસિદ્ધી સાથે સંબંધ ધરાવે છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત, વહીવટખાતુ અને અન્ના હજારે આ લોકો સામે પગલા લેતી નથી. તેથી પારનેર તાલુકામાં પાણીની સમસ્યા છે. તેથી તેના વિરોધમાં તેઓ અનશન પર ઉતરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : શરદ પવારના ઘરની બહાર હંગામાને મામલે પોલીસ વિભાગ પર પસ્તાળ પડી. એક સસ્પેંડ બે ની બદલી. જાણો વિગત.

સોમવારથી આ કાર્યકર્તાઓ અનશન પર ઉતરી રહ્યા છે. તેથી રાલેગણસિદ્ધીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ જ અન્ના હજારની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અનશન પર ઉતરનારા કાર્યકર્તાઓના કહેવા મુજબ પારનેલ તાલુકમાં પાણીના ટેન્કરને લઈને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમા રાલેગણસિદ્ધીના અધિકારીઓ સામેલ  છે.અન્ના હજારેની ગ્રામ પંચાયત  તેમની સામે કાર્યવાહી કરતી નથી. તેથી નાછૂટકે તેમને અનશન પર ઉતરવું પડી રહ્યું છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version