ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
પૂના શહેરમાં ઓક્સિજન બેડની ભારે અછત વર્તાઈ રહી છે. પરિણામ સ્વરૂપ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને કારણે આખું શહેર વ્યથિત છે. શુક્રવારે રાત્રે આરકીય દાસ નામના 37 વર્ષીય વ્યક્તિ ને તેની મા માટે ઓક્સિજન બેડ ન મળી શક્યો. ૭૩ વર્ષીય તેની માએ શ્વાસ રૂંધાતા જીવ ગુમાવ્યો.
માતા અને પુત્ર એમ બંને ને કોરોના થયો હતો. આ બંને વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ માતાને શ્વાસમાં તકલીફ થતાં તેને ઓક્સિજનનો બેડ મળે તેવું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનગર પાલિકાના મુખ્ય સેન્ટર માં ઓક્સિજન બેડ માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ સમયસર તે થઇ શક્યું નહોતું. પરિણામ સ્વરૂપ આરકીય દાસ ની માતાનું નિધન થઈ ગયું.
કોરોના એ એક ગુજરાતી તારલાને હણી લીધો. આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ એવા જાદુગરનું થયું નિધન.
પૂના શહેરમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ તે તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે જેઓ કોરોનાને ગણકારતા નથી. તેમજ નિયમોનું પાલન સુદ્ધા કરતા નથી.
દહિસરના જમ્બો કોવિડ સેન્ટર માં આગ લાગી : સદ્નસીબે કોઇ જાનહાની નહીં.
