ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે આજથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે
પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લા 20 દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
