News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા ગુજરાત તેમજ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) બંગાળ અને મધ્યપ્રદેશ(Bengal and Madhya Pradesh) સહિત ૧૧ રાજ્યો માં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ(Real Estate Regulation and Development) એટલે કે રેરા એક્ટ(RERA Act) લાગુ કરવા સંબંધી પ્રશ્નો કરવામાં આવ્યા છે અને આ તમામ રાજ્ય પાસેથી ચોખવટ માગવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સહિતના તમામ ૧૧ રાજ્યોને વિસ્તૃત જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને જો જવાબ આપવામાં નહીં આવે તો તમામ રાજ્યોના મુખ્ય સચિવોએ(Chief Secretaries of States) વ્યક્તિગત રૂપમાં અદાલતમાં હાજર થવું પડશે.
ન્યાયમૂર્તિ ચંદ્રચુડ(Justice Chandrachud) અને ન્યાયમૂર્તિ હીમા કોહલી(Justice Hima Kohli) ની બનેલી ખંડપીઠિકાએ આ અંગેની સુનાવણી દરમિયાન એમ કહ્યું હતું કે જો રાજ્ય સરકારો જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તો એમણે કારણ દર્શાવવું પડશે કે એમની સામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ- ED ફુલ એક્શન મોડમાં- દેશના આ 3 રાજ્યોના 35 સ્થળોએ દરોડા
સુપ્રીમ કોર્ટ એમ પણ કહ્યું છે કે ગત ૧૨ મી ઓગસ્ટ ના પાછલા આદેશ હોવા છતાં બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય(Union Ministry of Urban Housing) દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મણીપુર મિઝોરમ અને ઓડિશાએ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો નથી. સુપ્રીમ કોર્ટે આ બારામાં નારાજી દર્શાવી છે.
હવે આ તમામ રાજ્યોને વિસ્તૃત જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને જાે નવા રજૂ કરવામાં નહીં આવે તો તમામ રાજ્યોના મુખ્ય સચિવો એ વ્યક્તિગત રૂપમાં અદાલત સમક્ષ હાજર થવું પડશે અને જવાબ આપવો પડશે.