News Continuous Bureau | Mumbai
એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને રસીએ એક અકસીર ઇલાજ છે ત્યાર બીજી તરફ આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિકાલ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોનાની રસી સંદર્ભે નીતિ નિર્માણ પર કઈ પણ કહેવું યોગ્ય નથી પરંતુ કોઈને પણ રસી માટે મજબૂર કરી શકાય નહીં. સરકાર જનહિતમાં લોકોને જાગૃત ચોક્કસપણે કરી શકે. કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાની ભલાઈ માટે કેટલીક શરતો પણ લાગૂ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર જનહિતમાં લોકોને જાગૃત કરી શકે, બીમારીની રોકથામ માટે પ્રતિબંધો લગાવી શકે પરંતુ રસી માટે કે કોઈ ખાસ દવા માટે મજબૂર કરી શકે નહીં. કેટલીક રાજ્ય સરકારોએ મહામારી દરમિયાન રસીકરણની જરૂરિયાત અંગે જે પ્રતિબંધો લાગૂ કર્યા હતા તેને હટાવવા જોઈએ. કોર્ટે પોતાના ર્નિણયમાં કેન્દ્ર સરકારને જનતા અને ડોક્ટરો સાથે વાત કરીને એક રિપોર્ટ પ્રકાશિત કરવા કહ્યું છે. જેમાં રસીની અસર અને આડઅસરનું શોધ સર્વેક્ષણ હોય. કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણની નીતિને યોગ્ય ઠેરવતા સ્પષ્ટ કર્યું કે તે વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિ છે પરંતુ રસી લગાવવી કે ન લગાવવી તે દરેક નાગરિકનો અંગત ર્નિણય છે. કોઈને પણ રસી માટે મજબૂર કરી શકાય નહીં. રસી નીતિ પર રાજ્યસરકારોને સૂચન આપતા કહ્યું કે રસીની જરૂરિયાતના માધ્યમથી વ્યક્તિઓ પર લગાવેલા પ્રતિબંધોને યોગ્ય ઠેરવી શકાય નહીં. હવે જ્યારે સંક્રમણનો ફેલાવો અને તેની તીવ્રતાની સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે તો જાહેર સ્થળોએ અવર જવર પર કોઈ પ્રતિબંધ હોવો જાેઈએ નહીં. કોરોના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ખુબ જ મહત્વનો ર્નિણય જણાવ્યો છે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં કોરોના રસીકરણની જરૂરિયાતને ગેરબંધારણીય જાહેર કરનારી અરજી પર સુનાવણી ચાલુ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી આવી છે.
આ સમાચાર પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ વિશે ઉદ્ધવ ઠાકરેની વિકેટ લીધી. જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે શિવસેનાના નેતા ક્યાં હતા?