News Continuous Bureau | Mumbai
શાહીન બાગમાં(Shaheen bagh) MCDની કાર્યવાહી પર રોક લગાવવાની માંગણી કરનારાઓને સુપ્રીમ કોર્ટનો(supreme court) ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીકર્તાને જ ફટકાર લગાવી અને સુનાવણી(Hearing) કરવાની ના પાડી દીધી છે.
સાથે જ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે આ મામલે પીડિતોની જગ્યાએ રાજકીય પક્ષો(Political parties) કેમ કોર્ટમાં પહોંચ્યા.
આ ઉપરાંત કોર્ટે રાજકીય પક્ષને હાઈકોર્ટમાં(Highcourt) જવાનો આદેશ આપ્યો છે.
દેશભરમાં અતિક્રમણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો પર કોર્ટે રોક લગાવી નથી. શાહીન બાગમાં મામલો રહણાંક મકાનો(Residential houses) સંલગ્ન નથી, રસ્તો ખાલી કરાવવા સંદર્ભે છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હીમાં(delhi) ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તેને રોકવા માટે CPIM એ સુપ્રીમમાં અરજી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : નવનીત રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે ઠાકરે સરકાર, જામીનની આ શરતોનું ઉલ્લંઘનનો છે આરોપ… જાણો વિગતે
