News Continuous Bureau | Mumbai
શિવસેનાને(Shiv Sena) લઈને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) આજે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને 5 જજોની સંવિધાન પીઠને સોંપી દીધો છે. એટલે કે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની વચ્ચે ચાલી રહેલ પાર્ટી ચિન્હ(party symbol) ની લડાઈમાં હવે નિર્ણય સંવિધાન પીઠ કરશે.
મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) એનવી રમનાની(NV Ramana) આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે સંવિધાન પીઠ નક્કી કરશે કે શું સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ લંબાયેલો હોય તો, અયોગ્યતા પર સુનાવણી કરી શકે. આ દરમિયાન સદનની કાર્યવાહી કેવી રીતે ચાલે. હવે આ મામલો 25 ઓગસ્ટે બંધારણીય બેંચ(Constitution Bench) સમક્ષ લિસ્ટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં- અહીં 1 કિલોમીટરનો બુલેટ ટ્રેનનો ટ્રેક થઈ ગયો તૈયાર- સરકારે પાઠવ્યા અભિનંદન- જુઓ વિડિયો
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ચૂંટણી ચિન્હને લઈને ચૂંટણી પંચ જ નિર્ણય કરશે, જો કે આગામી સુનાવણી સુધી આ મામલામાં ચૂંટણી પંચ પોતાની પ્રતિક્રિયા રોકી રાખશે.
ઉલ્લેખનીય છે કે અયોગ્યતાની કાર્યવાહીને(Disqualification proceedings) લઈને એકનાથ શિંદે જૂથના(Eknath Shinde group) 16 ધારાસભ્યોએ(MLA) સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. એકનાથ શિંદે જૂથ તરફથી શિવસેના પર અધિકારનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના