ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
સુપ્રીમ કોર્ટમાં આજે OBC અનામતને લઈને સુનાવણી થવાની હતી. પરંતુ કોર્ટે સુનાવણીની તારીખ લંબાવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તે ચૂંટણી સંબંધિત બે મામલાઓની એક સાથે સુનાવણી કરશે.
હવે આ OBC રાજકીય અનામત સંબંધિત મામલાની સુનાવણી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે OBC સમાજને 27 ટકા રાજકીય અનામત આપવાની સૂચનાને રદ કરી દીધી હતી.