News Continuous Bureau | Mumbai
‘શિવસેના(Shivsena) કોની’ને લઈને સુપ્રીમ કોર્ટ(Supreme court)માં મામલો ચાલી રહ્યો છે. આજે (બુધવારે) કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ શકી ન હતી અને હવે આવતીકાલે એટલે કે ગુરૂવારે(Thursday) કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. આવતીકાલની સુનાવણીમાં પહેલા એકનાથ શિંદે (Eknath Shinde) વતી વકીલ દલીલ કરશે. આવતીકાલે આ મામલે પ્રથમ નંબરે સુનાવણી(Hearing) થશે.
આજની સુનાવણીમાં ઠાકરે જૂથ(Thackeray Group) તરફથી કપિલ સિબ્બલ(Kapil Sibal), અભિષેક મનુ સિંઘવી(Abhishek Manu Singhvi) તો શિંદે જૂથ (Shinde Group)તરફથી હરીશ સાલ્વે(Harish Salve), નીરજ કિશન કૌલ(Neeraj Kishan Kaul) અને મહેશ જેઠમલાણી(Mahesh Jethmalani)એ દલીલો કરી હતી. બળવાખોર ધારાસભ્યો(rebel MLA)ને ગેરલાયક ઠેરવવાને લઈને શરૂ થયેલી કાનૂની લડાઈ હવે શિવસેના ના માલિક કોણ છે તેના પર આવી ગઈ છે. આજની સુનાવણીમાં મૂળ પક્ષ કોનો છે, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર દલીલ થઈ હતી. ચીફ જસ્ટિસ રમન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : હવે જો ફેરિયાઓની મદદ કરી છે તો ખબરદાર-મુંબઈના આ વોર્ડમાં દુકાનદારો પર પણ કાર્યવાહી થશે
સત્તા સંઘર્ષની સુનાવણી વિસ્તૃત બેંચમાં જશે કે બંધારણીય બેંચમાં? કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની નોટિસ પર સ્ટે મૂકશે? આવતીકાલની સુનાવણીમાં આ મહત્વના પ્રશ્નોના જવાબ મળે તેવી અપેક્ષા છે.