Site icon

સુરતમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે લોકોને પાલિકા દ્વારા ૧ લીટર તેલનું વિતરણ કરવામાં આવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર

સુરતમાં આસરે 6,42,800 લોકોએ બીજો ડોઝ ન લીધો હોવાના કારણે પાલિકા દ્વારા નવતર પ્રયોગ 

સુરત કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌથી પહેલા વેક્સિનનો પહેલો ડોઝ આપવા માટેની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી છે. દિવાળી બાદ કોરાના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે તેવી ચિંતાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા નોક ટુ ડોરથી લઈને અનેક પ્રયાસો કર્યા છે. જોકે બીજા ડોઝ લેવામાં લોકો એટલા ઉદાસીન દેખાઈ રહ્યા છે કે અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને વેગ મળી રહ્યો નથી. વિશેષ કરીને સુરત શહેરમાં લિંબાયત અને ઉધના ઝોનની અંદર બીજા ડોઝ લેનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ વિસ્તારના લોકો ઝડપથી વેક્સિન સેન્ટર ઉપર પહોંચે તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત 6,42,800 લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ 78 રસી કેન્દ્રો પૈકી ઘણા સ્થળે વ્યવસ્થા બગડે તેવી ભીતિ સેવાઇ રહી છે. સૂત્રોએ કહ્યું કે, સેકન્ડ ડોઝ માટે વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સ્કીમનો લાભ દરેકને મળી શકે તેમ નથી. મદદરૂપ થયેલી સંસ્થાએ દોઢથી બે લાખ તેલના પાઉચનો જ સહયોગ કર્યો છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે સ્કીમનો લાભ લઇ શકાશે. આ સ્કીમ સ્ટોક રહેશે ત્યાં સુધી જ મર્યાદિત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું સુરત શહેરના લોકો બીજો ડોઝ લેવામાં ઉદાસીન દેખાઈ રહ્યા છે. તેમને આકર્ષવા માટે અનોખી સ્કીમ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં જેમણે બીજો ડોઝ લીધો નથી તેઓ વેક્સિનનો બીજો ડોઝ લેનારને વહેલા તે પહેલાના ધોરણે લેશે તેને એક લીટર જેટલું તેલ વિનામૂલ્યે આપવાનું શરૂ કરાયું છે. 6,42,800 લોકોએ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. તેઓને હવે રસીકરણ કેન્દ્ર સુધી લાવવા માટે કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે. પાલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે બીજો ડોઝ લેનારને તેલ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે આપણે વેક્સિનના કારણે સફળ થઇ રહ્યા છે. આજે જેટલા પણ લોકો સુરક્ષિત છે તે વેક્સિનના કારણે છે. સુરત શહેર હંમેશા દરેક કાર્યમાં ઉત્સાહિત હોય છે. સમગ્ર ગુજરાતમાં આપણે સૌથી પહેલા સો ટકા પ્રથમ ડોઝનું રક્ષણ કરવામાં સફળ રહ્યા છે. ત્યારે હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે છ લાખ જેટલા હજી પણ લોકોએ બીજો ડોઝ લીધો નથી તેઓ ઝડપથી વેક્સિન લઈને પોતાને સુરક્ષિત કરે.શહેરમાં 37.34 લાખે પ્રથમ ડોઝ લઇ લીધો છે. 23.80 લાખને બીજો ડોઝ અપાયો છે. જોકે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત 6,42,800 લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજો ડોઝ લે તો 1 લિટર તેલના પાઉચનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનું યોગદાન મળ્યું છે.

નીતિ આયોગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં હજી પણ 18 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે
 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version