Site icon

ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોરો રોકાયા છે તે હોટેલની સામે TMCનો હંગામો- જુઓ વિડીયો- જાણો કારણ

News Continuous Bureau | Mumbai 

છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મહારાષ્ટ્ર(Maharashtra politics crisis)ના રાજકીય ડ્રામાના ગુજરાત પડઘા બાદ હવે આસામના (Assam) ગુવાહાટી(Guwahati) ખાતે પડ્યા છે. શિવસેનાના ધારાસભ્યો(Shivsena MLAs) ગુવાહાટીની જે હોટેલમાં રોકાયા છે તેના સામે તૃણમૂલ કોંગ્રેસ-ટીએમસી(TMC)ના નેતાઓ તથા કાર્યકરો ધરણા પર બેસી ગયા છે. તેમના કહેવા પ્રમાણે આસામ હાલ ભયકંર પૂર(flood)નો સામનો કરી રહ્યું છે અને અહીં રાજકારણ ચાલી રહ્યું છે. આ બધી રાજનીતિ મહારાષ્ટ્ર(Maharashtra)માં થવી જોઈએ. 

Join Our WhatsApp Community

 

હાલ પ્રદર્શનકારીઓને પોલીસ હટાવવાની કોશિશ કરી રહી છે. આ સાથે જ હોટલની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. ગુવાહાટી ખાતેની રેડિસન બ્લુ હોટેલ(Radisson Blu Hotel)માં એકનાથ શિંદે(Eknath Shinde) સાથે મહારાષ્ટ્રના કુલ 42 ધારાસભ્યો ઉપસ્થિત છે. તેમાં 34 ધારાસભ્યો શિવસેના(Shivsena)ના છે જ્યારે 8 અપક્ષ ધારાસભ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : વરસાદની ગેરહાજરીમાં મુંબઈ સહિત રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી- મુંબઈગરા પર પાણીકાપનું સંકટ- જાણો વિગત

દરમિયાન મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ આજે પણ ચાલુ છે. અન્ય થોડા ધારાસભ્યો પણ શિંદે જૂથમાં ચાલ્યા ગયા છે જેના કારણે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) વધારે નબળા પડ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ ગત રાત્રિના મુખ્યમંત્રી આવાસ ખાલી કરી દીધો હતો અને પરિવાર સાથે પોતાના ઘરે 'માતોશ્રી'(Matoshree) જતા રહ્યા છે. 

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version