Site icon

વોટરોને રૂપિયા વહેંચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટે આ મહિલા સાંસદને સંભળાવી છ મહિનાની સજા ; જાણો વિગતે

ચૂંટણી દરમિયાન ઘણી વખત સાંસદો પૈસા ચૂકવીને મત ખરીદતા હોવાના આક્ષેપો થયા છે, પરંતુ દેશમાં પહેલીવાર કોર્ટે સાંસદને આ આરોપો બદલ સજા ફટકારી છે.

તેલંગાણાની વિશેષ સેશન્સ કોર્ટે મહબૂબાબાદના ટીઆરએસ સાંસદ મલોથ કવિતાને છ મહિનાની જેલની સજા સંભળાવી છે. 

Join Our WhatsApp Community

સાથે જ વિશેષ કોર્ટ દ્વારા કવિતાને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

સાંસદ મલોથ કવિતાને આ સજા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓને લાંચ આપવાના મામલે  સંભળાવવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે કવિતાને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે હાલ જામીન મળી ગયા છે અને આ મામલે તે હાઇકોર્ટમાં અપીલ કરશે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલામાં કવિતા બીજા આરોપી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા રહી ચુકેલા 

કવિતા સામે ચૂંટણી અિધકારીઓએ ભદ્રાદ્રી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અગાઉ આ જ મામલામાં કોર્ટે પહેલા આરોપી પાર્ટીના કાર્યકર્તા શૌકત અલીને છ મહિનાની સજા સંભળાવી હતી.

 કોરોના ના નિયમ ભંગ કરવા બદલ બીએમસીએ કરી કડક કાર્યવાહી, મુંબઈના આ એરિયા માં સ્થિત ડી માર્ટ સ્ટોરને કરી સીલ ; જાણો વિગતે 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version