મમતા દીદીને મોટો ઝટકો- આ બે પાર્ટીએ વિપક્ષી દળોની આજની બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી-જાણો કઈ છે તે પાર્ટી 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) અંતર્ગત પ.બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjee) વિપક્ષને(Opposition party) એકજુટ કરવા મામલે આજે બપોરે મહત્વની અને મોટી બેઠક યોજવાના છે. 

જોકે આ બેઠક પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીના પ્રયત્નને મોટો ઝટકો લાગ્યો છે. 

આમ આદમી પાર્ટી(AAP), તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ(Telangana National Committee) (AAP- TRS) જેવી પાર્ટીઓએ આ બેઠકમાં શામેલ થવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે.

અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે આ પક્ષોના પ્રતિનિધિઓ(Party Representatives) પણ બેઠકમાં જશે. 

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને 15 જૂન એટલે કે આજે વિપક્ષ દળોની એક મોટી કોન્ફરન્સનું(Conference) આયોજન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : નવા-જૂનીના એંધાણ-વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને દિલ્હીમાં મળ્યા મમતા દીદી-આ મુદ્દા પર થઇ ચર્ચા 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More