ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં રહેલા રાધાનગરી બંધના ઈમરજન્સી ગેટમાં ટેકનિકલ બગાડ થતા સમારકામ માટે તેને ખોલવામાં આવ્યો હતો, પરંતુ હવે તે બંધ જ નથી થઈ રહ્યો. તેથી ભર શિયાળામાં પૂર આવવાની શકયતા હોવાથી સ્થાનિક પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.
કોલ્હાપુરમાં રાધાનગરી બંધ મહત્વનો બંધ કહેવાય છે. બંધના દરવાજા લગભગ 18 ફૂટ પર ખોલવામાં આવ્યા હતા. તેથી પંચગંગા, ભોગાવતી નદીના પટમાં મોટા પ્રમાણમાં પાણી આવી રહ્યું છે. તેથી નદીકિનારા ગામોને એલર્ટ કરી દેવામા આવ્યા છે.કોલ્હાપુર શહેરમાં પણ પાણી ધૂસી આવવાની શકયતા છે.
રાધાનગરી બંધના દરવાજાનું ટેક્નિકલ કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દરવાજો ખુલ્લો હતો. તેથી નદીના પટમાં પાણી જમા થવા માંડયુ હતું. પંચગંગા સહિત અનેક નદીઓમાં પાણીની સપાટી વધવાની શક્યતા છે. અડકી ગયેલો દરવાજો ફરી બંધ કરવાના યુદ્ધના ધોરણે પ્રયાસ ચાલી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં કોલ્હાપુરમાં મહાપુર આવ્યા હતા અને ભારે તબાહી મચાવી હતી. તેમાંથી કોલ્હાપુરવાસીઓ માંડ માંડ બેઠા થયા છે. હવે બંધના દરવાજામાં ખરાબી સર્જાતા ફરી પૂરની શક્યતા નિર્માણ થઈ છે.
આધાર કાર્ડ નથી ? તો કંઈ વાંધો નહીં. મહારાષ્ટ્ર સરકારે બાળકોની રસી માટે આ માર્ગદર્શિકા બનાવી; જાણો વિગત
બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું હોવાથી પીવાના પાણીની અને ખેતીને પાણી આપવામાં આગામી સમયમાં તકલીફ થઈ શકે છે.