News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi)એ રાષ્ટ્રીય જનતા દળ(Rashtriya Janta Dal-RJD)ના પ્રમુખ તેજસ્વી યાદવ(Tejasvi Yadav)ને વજન ઘટાડવા(wieght loss)ની સલાહ આપી હતી. બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહના સમાપન પર પટના(Patna)માં પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ના પુત્રને આ સલાહ આપી હતી. પીએમ મોદીએ તેજસ્વી યાદવને જોઈને કહ્યુ કે થોડું વજન ઓછું કરો. હવે લાગે છે કે તેજસ્વીએ પણ પીએમ મોદીની આ સલાહ માની લીધી છે.
उसे गुमाँ है कि हमारी उड़ान कुछ कम है
हमें यक़ीं है कि ये आसमान कुछ कम है।
pic.twitter.com/wFLapFHl19— Rashtriya Janata Dal (@RJDforIndia) July 25, 2022
આરજેડી(RJD) નેતા તેજસ્વી યાદવ(Tejasvi Yadav)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ જીપ(Jeep)ને ધક્કો મારી રહ્યાં છે. આ વીડિયોને આરજેડીએ ટ્વીટ કર્યો છે. પાર્ટીએ લખ્યું- 'ઉસે ગુમાં હૈ કિ હમારી ઉડાન કુછ કમ હૈ, હમેં યકીં હૈ કિ યે આસમાન કુછ કમ હૈ.'
આ સમાચાર પણ વાંચો : લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા
આ પહેલા તેજસ્વી યાદવે ક્રિકેટ (Cricket) રમતો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું- જિંદગી હોય કે રમતનું મેદાન, હંમેશા જીતવા માટે રમવુ જાેઈએ. જેટલી વધુ તમે મગજમાં યોજના બનાવો છો, એટલું સારું તમે મેદાનમાં પ્રદર્શન કરો છો. ઘણા લાંબા સમય બાદ બેટ-બોલ હાથમાં લીધા. આ ત્યારે વધુ સંતોષજનક થઈ જાય છે જ્યારે ડ્રાઈવર, રસોઈયા, સ્વીપર, માલી, ગૌરક્ષક અને દેખભાળ કરનાર બધા મહત્વપૂર્ણ સહયોગી મેદાનમાં તમારા સાથી ખેલાડી હોય તથા તમને હિટ અને બોલ આઉટ કરવા માટે ઉત્સુક હોય.
બિહાર વિધાનસભા(Bihar Assembly)ના શતાબ્દી સમારોહના અંતિમ દિવસે પટના પહોંચેલા પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની સમાપ્તિ પર તેજસ્વી યાદવ તરફ જોઈ પીએમ મોદીએ પહેલા પિતા લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પછી કહ્યુ કે, તમારૂ વજન થોડુ ઓછુ કરો. પીએમ મોદીની તેજસ્વી યાદવને આપવામાં આવેલી સલાહ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
 
			         
			         
                                                        