Site icon News Continuous Bureau | Mumbai

દમ લગા કે હૈશા- જાડાપણા સંદર્ભે વડાપ્રધાનની ટકોર પછી આ નેતાએ વજન ઘટાડવાનું શરૂ કર્યું- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi)એ રાષ્ટ્રીય જનતા દળ(Rashtriya Janta Dal-RJD)ના પ્રમુખ તેજસ્વી યાદવ(Tejasvi Yadav)ને વજન ઘટાડવા(wieght loss)ની સલાહ આપી હતી. બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહના સમાપન પર પટના(Patna)માં પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ના પુત્રને આ સલાહ આપી હતી. પીએમ મોદીએ તેજસ્વી યાદવને જોઈને કહ્યુ કે થોડું વજન ઓછું કરો. હવે લાગે છે કે તેજસ્વીએ પણ પીએમ મોદીની આ સલાહ માની લીધી છે.

Join Our WhatsApp Channel

 

આરજેડી(RJD) નેતા તેજસ્વી યાદવ(Tejasvi Yadav)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ જીપ(Jeep)ને ધક્કો મારી રહ્યાં છે. આ વીડિયોને આરજેડીએ ટ્‌વીટ કર્યો છે. પાર્ટીએ લખ્યું- 'ઉસે ગુમાં હૈ કિ હમારી ઉડાન કુછ કમ હૈ, હમેં યકીં હૈ કિ યે આસમાન કુછ કમ હૈ.' 

આ સમાચાર પણ વાંચો : લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા

આ પહેલા તેજસ્વી યાદવે ક્રિકેટ (Cricket) રમતો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું- જિંદગી હોય કે રમતનું મેદાન, હંમેશા જીતવા માટે રમવુ જાેઈએ. જેટલી વધુ તમે મગજમાં યોજના બનાવો છો, એટલું સારું તમે મેદાનમાં પ્રદર્શન કરો છો. ઘણા લાંબા સમય બાદ બેટ-બોલ હાથમાં લીધા. આ ત્યારે વધુ સંતોષજનક થઈ જાય છે જ્યારે ડ્રાઈવર, રસોઈયા, સ્વીપર, માલી, ગૌરક્ષક અને દેખભાળ કરનાર બધા મહત્વપૂર્ણ સહયોગી મેદાનમાં તમારા સાથી ખેલાડી હોય તથા તમને હિટ અને બોલ આઉટ કરવા માટે ઉત્સુક હોય. 

બિહાર વિધાનસભા(Bihar Assembly)ના શતાબ્દી સમારોહના અંતિમ દિવસે પટના પહોંચેલા પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની સમાપ્તિ પર તેજસ્વી યાદવ તરફ જોઈ પીએમ મોદીએ પહેલા પિતા લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પછી કહ્યુ કે, તમારૂ વજન થોડુ ઓછુ કરો. પીએમ મોદીની તેજસ્વી યાદવને આપવામાં આવેલી સલાહ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી
FDA Bans Junk Food School Canteens હવે શાળાની કેન્ટીનમાં નહીં મળે પિઝાબર્ગર! મહારાષ્ટ્ર FDA નો કડક આદેશ, લાયસન્સ વગર ચાલતી કેન્ટીનો પર થશે આ કાર્યવાહી!
Uttan Virar Sea Link Delhi Expressway Connection મુંબઈ માટે ગેમચેન્જર સમાન પ્રોજેક્ટ, ઉત્તણવિરાર સી લિંક સીધો આ એક્સપ્રેસવે સાથે થશે કનેક્ટ
Bihar Teacher Recruitment Paper Leak બિહાર શિક્ષક ભરતી પેપર લીક કાંડમાં મોટો ધડાકો, માસ્ટરમાઇન્ડ ડો. મનીષની ધરપકડ
Exit mobile version