ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
વિદ્યાર્થી સંસ્થા તરફથી ફી વધારા બાબતે અરજી મળતા મહારાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષણના નિયામકે જણાવ્યું છે કે રાજ્યની તમામ શાળાએ ફી નિર્ધારિત કરવા માટે જરૂરી દસ્તાવેજ શિક્ષણ વિભાગને જમા કરાવવાના રહેશે. સંસ્થાએ ફરિયાદ કરી હતી કે શાળાઓ ફી સંબંધિત નિયમોનું પાલન કરતી નથી. તેથી જરૂરી દસ્તાવેજ શિક્ષણ વિભાગ જમા કરાવવામાં આવશે તો આ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.
કેર ઓફ પબ્લિક સેફટીએ હાલમાં જ શિક્ષણ વિભાગને પત્ર લખી જણાવ્યું હતું કે શાળાઓ ફી વધારા માટે પેરેન્ટ્સ ટીચર એસોસિયેશન (પી.ટી.એ.) પાસેથી મંજુરી લેતી નથી અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ફી વધારા બાબતે કામ કરી રહી નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રાથમિક શિક્ષણના નિયામક દત્તાત્રય જગતાપે રિજનલ ઓફિસરને પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ શાળાઓ પાસેથી ફી વધારાની માહિતી, પી.ટી.એ. બનાવાવની પ્રક્રિયા અને પી.ટી.એ.એ મંજુર કરેલા ફી વધારાના દસ્તાવેજ મેળવી શિક્ષણ વિભાગને જમા કરવાના રહેશે.
પ્રાઇવેટ શાળાઓ માત્ર ૫૦% ફી લઈ શકે તે માટે ઓનલાઈન પીટીશન દાખલ થઈ, જાણો વિગત…