ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર
ભારતમાં ઓમીક્રોનની એન્ટ્રીથી સરકારની ચિંતા વધી ગઈ છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે.
બિહારના મુખ્યમંત્રીએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યુ છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, લોકો કોરોનાની ગાઈડ લાઈનનુ પાલન કરવું જોઈએ.
આ સાથે જ બિહાર પહેલું રાજ્ય બની ગયું છે જેણે સત્તાવાર રીતે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની જાહેરાત કરી છે.
અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 મામલાઓ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોએ કોરોનાના વધતા કેસને જોતા હવે રાત્રી કરફ્યુ પણ નાખી દીધો છે.
ઓમિક્રોનના વધતાં કેસ વચ્ચે આજે PM મોદીએ બોલાવી મહત્વની બેઠક, આ રહેશે ચર્ચાનો મુદ્દો; જાણો વિગતે