ગુજરાતના આ શહેરમાં લેવાયો આ મોટો નિર્ણય; હવે ‘વેક્સિન નહિ, તો વ્યાપાર નહિ’ની નીતિ, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

શુક્રવાર

હજી તો માંડ કોરોનાની બીજી ગંભીર લહેરને કારણે લાગેલા બંધનમાંથી સહેજ બહાર આવ્યા હતા એવામાં હવે અમદાવાદમાં એક કડક નિર્ણય લેવાયો છે. હવે શહેરમાં વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત બનાવી છે. જે વેપારીએ વેક્સિન નહિ લીધી હોય તેના પર દંડાત્મક કાર્યવાહી થશે. પ્રતિબંધો બાદ ધીમે-ધીમે જ્યાં માંડ બજારો ખૂલ્યાં છે, એવામાં તંત્રના આ નિર્ણયથી વેપારીઓ મોટી તકલીફમાં મુકાયા છે.

એક મીડિયા રિપૉર્ટ અનુસાર અમદાવાદના કલેક્ટરે પરિપત્ર બહાર પાડીને આદેશ આપ્યો છે કેજે વેપારીએ વેક્સિન નહિ લીધી હોય તેમણે RTPCR નેગેટિવ રિપૉર્ટ સાથે રાખવો પડશે. હવે મહામારીના નિયમો અનુસાર અમદાવાદના વેપારીઓ પાસેથી પોલીસ વેક્સિનનું સર્ટિફિકેટ માગી શકશે અને એ પ્રસ્તુત કરવામાં નિષ્ફળ જવા પર કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું ‘વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા

રસીકરણ પર ભાર મૂકવા માટે અમદાવાદનું તંત્ર આ નિયમ તો લઈ આવ્યું છે, પરંતુ વેપારીઓ સ્વાભાવિકપણે આ નિર્ણયથી નારાજ થશે. તેવામાં આ નિયમ કેટલો કારગર રહેશે એ જોવું રહ્યું. ઉપરાંત તંત્રેઆટલા મોટા પ્રમાણમાં રસીની ઉપલબ્ધતા બાબતે પણ કાર્ય કરવાની ફરજ પડશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More