ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના નવા ગૃહ મંત્રી કોણ બનશે તે સંદર્ભે અટકળો તેજ છે. ત્યારે દિલીપ વળસે પાટીલ નું નામ આગળ આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આગામી ગૃહ મંત્રી તરીકે તેઓ શપથ લેશે.
દિલીપ વળસે પાટીલ એ શરદ પવારના સૌથી વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક છે. તેઓ એક સમયમાં શરદ પવારના પર્સનલ સહાયક હતા. ત્યાંથી તેમણે પોતાની કારકિર્દી શરુ કરી ધારાસભ્ય બન્યા અને પહેલાની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
તેઓ એવા સમયે ગૃહ મંત્રી બનવા જઈ રહ્યા છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર એક નાજુક સમયમાંથી પસાર થઇ રહી છે. જોકે તેમના નામની અધિકૃત જાહેરાત થવાની હજી બાકી છે.