News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai) સહિત થાણેમાં(Thane) પણ સવારથી જ વરસાદનું(Heavy rainfall) ભારે જોર રહ્યું છે. વરસાદની સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી (Trees fell) થવાના બનાવ બન્યા હતા, જેમાં થાણેમાં પણ એક તોતિંગ વૃક્ષની ડાળખી(Twig of the Toting tree) પાર્ક કરેલી કાર પર તૂટી પડી હતી, જેમાં કારને નુકસાન થયું હતું.
થાણે ડિઝાસ્ટરના(Thane Disaster) જણાવ્યા મુજબ થાણે (વેસ્ટ)માં વસંત વિહારમાં(Vasant vihar) કાંચન સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 40 પાસે સવારના 10.08 વાગે એક કાર પર જોરથી ઝાડની ડાળખી તૂટી પડી હતી. સદનસીબે તે સમયે કારમાં કોઈ નહોતું. તેથી કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : યુપીમાં મેઘરાજાનું તાંડવ- લખનઉમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત –