ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
લોકો તેમના ઘરમાં જાતજાતની ઇન્ટિરિયર ડિઝાઇન કરાવે છે. ઘરને વિવિધ પ્રકારના ફર્નિચર તેમજ વૉલપેપર અને રંગોથી સજાવે છે, પરંતુ શું તમે ક્યારેય 700 વર્ષ પહેલાં પરંપરાગત ટેકનિકનો ઉપયોગ કરીને બનેલું બે માળનું માટીનું ઘર જોયું છે? માત્ર ચાર મહિનામાં, પૂણેના બે આર્કિટેક્ટ્સે લોનાવાલા પાસેના વાઘેશ્વર ગામમાં 700 વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બે માળનું માટીનું ઘર બનાવ્યું છે.
યુગા આખરે અને સાગર શિરુડેએ વાંસ અને માટીથી આ માટીનું ઘર બનાવ્યું હતું. તેમણે આ ઘરનું નામ ‘માટી મહેલ’ રાખ્યું છે. યુગા અને સાગર આર્કિટેક્ટ છે. બંનેએ આ માટીનો મહેલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે ચોમાસું ચાલુ હતું. ઘણા લોકોએ તેમને વરસાદની મોસમમાં બાંધકામ ન કરવાની સલાહ પણ આપી હતી, પરંતુ યુગા અને સાગર તેમના નિર્ણય પર અડગ રહ્યા હતા. આ માટીનો મહેલ બનાવવા માટે તેમણે વાંસ, લાલ માટી અને ઘાસનો ઉપયોગ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સાગરે કહ્યું, 'માટી મહેલ માટે, મેં હરડનો છોડમાં લાલ માટી, લાકડાંનો ચૂરો, ગોળ, રસનું દેશી મિશ્રણ લીધું. તેમાં લીમડો, ગૌમૂત્ર અને ગોબર ભેળવવામાં આવે છે. આ રીતે મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું અને દિવાલો પર ગૌમૂત્ર, ગોબરનો લેપ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અધધ આટલા લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો નોંધાયો- ટ્રાઈ રિપોર્ટ
તાજેતરમાં આવેલા ચક્રવાતથી ઘરને કોઈ અસર થઈ નથી. યુગા અને સાગરે એક મીડિયા સંસ્થાને કહ્યું હતું કે માટી મહેલની છત બે સ્તરોથી ઢંકાયેલી છે. એક સ્તર પ્લાસ્ટિકના કાગળથી બનેલું છે અને બીજું ઘાસનું બનેલું છે. ઘરની દિવાલો ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ રહે છે. તેને કોબ વોલ સિસ્ટમ કહેવામાં આવે છે. બોટલ અને ડવ ટેક્નોલોજીનો ઉપયોગ ઘરને વિવિધ વાતાવરણથી બચાવવા માટે થાય છે. યુગા અને સાગર પૂણેથી સ્નાતક થયા બાદ વર્ષ 2014માં સાગા એસોસિએટ્સ શરૂ કરી હતી. તેમણે ઘણાં મકાનો અને ઇમારતોની ડિઝાઇન તૈયાર કરી છે.