Site icon

શું એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ નેતાનો સંપર્ક સાધ્યો હતો- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભાજપની(BJP) મદદથી શિવસેના(Shivsena) પક્ષપ્રમુખ સામે બળવો કરીને મુખ્ય પ્રધાન(CM) બનેલા એકનાથ શિંદેની(Eknath Shinde) સરકારે કામ કરવાનું  શરૂ કરી દીધું  છે. હાલના તબક્કે રાજકીય અસ્થિરતા શમી ગઇ છે ત્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે એક સમયે એકનાથ શિંદેએ બળવો કરતાં જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) દેવેન્દ્ર ફડણવીસનો (Devendra Fadnavis) સંપર્ક કર્યો હતો.

Join Our WhatsApp Community

એક અહેવાલ અનુસાર ઉદ્ધવ ઠાકરેએ વ્યક્તિગત રૂપથી ફડણવીસ સાથે વાત કરી હતી અને પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાજપે સીધી રીતે આ મુદ્દાને હલ કરવો જોઇએ કે જેથી એકનાથ શિંદેને સમર્થન આપવાના બદલે સમગ્ર પક્ષ તેમની સાથે આવી શકે. જો કે ભાજપ નેતાએ(BJP Leader) તેના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. અહેવાલો અનુસાર ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને(Amit shah) ફોન કર્યા હતા. જો કે તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે 2019માં ઉદ્ધવે જ્યારે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાથે સરકાર રચવાનો નિર્ણય લીધો હતો ત્યારે ભાજપના ટોચના નેતાઓએ ઉદ્ધવનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ તેમણે તમામ ઓફરને ઠુકરાવી દીધી હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : શું મહારાષ્ટ્ર સરકારમાં હજી મોટા ફેરફાર આવવાના છે-હવે ચર્ચા છે કે રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના 15 ઘારાસભ્યો શિંદેસેના ભણી

અહેવાલો અનુસાર સમગ્ર ઘટનાક્રમ ની શરૂઆત ત્યારે થઇ હતી જ્યારે તત્કાલીન સીએમ ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ(Cross voting) થયું હોવાની શંકા જન્મી હતી અને તેમણે તત્કાળ શિવસેનાના(Shivsena) તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.

અહેવાલો અનુસાર ભાજપ નેતૃત્વે નક્કી કરી લીધું હતું કે તેમને શિવસેનાનો ટેકો જોઇએ છે પરંતુ ઉદ્ધવ ઠાકરે સિવાયની શિવસેનાનો. અને તે યોજનાના ભાગરૂપે જ ભાજપ નેતૃત્વે ઠાકરેની તમામ ઓફર્સને ફગાવી દીધી હતી અને શિંદેને સાથ આપ્યો હતો.
 

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version