News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું(resignation) આપી દીધું અને ત્યારબાદ રાજ્યપાલ(Governor)ને મળીને કાયદેસર રીતે પત્ર સોંપી દીધો. પરંતુ હાલ રાજનૈતિક વિશ્લેષકો આ રાજીનામાને એક ગુમાવેલા મોકા સાથે સરખાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee) પણ આ પ્રકારે અલ્પમતમાં આવ્યા હતા. તે સમયે તેમણે ગુપચુપ રાજીનામું આપવાના સ્થાને સંસદનો સામનો કર્યો હતો. તેમણે સંસદ(Parliament) આખી રાત ચલાવી હતી અને આશરે ૩ થી ૪ કલાક સુધી ભાષણ આપ્યું હતું. આ સમયે તેમણે પોતાની ભૂમિકા તેમજ પોતાની પાર્ટીની ભૂમિકા સંસદ સમક્ષ મુકી હતી.
આ સમાચાર પણ વાંચો : રાજીનામા સમયે પણ ઉદ્ધવ ઠાકરેનો શરદ પવાર પ્રેમ દેખાયો- પણ એકનાથ શિંદે સામે ન ઝૂકયા
અટલ બિહારી વાજપેયીના આ પગલાને કારણે લોકોની સહાનુભૂતિ તેમના તરફ હતી અને તેમણે ફરી એક વખત સત્તા સ્થાપન કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આવું કરી શક્યા હોત. પરંતુ તેમણે મોકો ગુમાવી દીધો છે. આ વાતનું હાલ આશ્ચર્ય છે.