Site icon

સત્તા વગર પાણી વિનાની માછલી જેમ તડફી રહેલા એનસીપીના આ મોટા નેતાનું સૂચક નિવેદન-કહ્યું-થોડા દિવસ રાહ જુઓ ઉદ્ધવ ઠાકરે પોતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

શિવસેના(Shivsena) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવાને પગલે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) અને કોંગ્રેસની(Congress) મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi government) તૂટી ગયા બાદ ભાજપના(BJP) સમર્થનથી બળવાખોર એકનાથ શિંદેની સરકાર બની ગઈ છે ત્યારે હાથમાંથી સત્તા ગુમાવી બેસવાનો આંચકો હજી સુધી  રાષ્ટ્રવાદી કોંગ્રેસના અનેક નેતાઓ પચાવી શક્યા નથી. તેમાં હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ(State Chairman) જયંત પાટીલે(Jayant Patil) મહત્વનું વિધાન કર્યું છે કે થોડા દિવસ થોભો, ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જ ફરીથી મુખ્યપ્રધાન(CM) બનશે. 

સુપ્રીમ કોર્ટના(Supreme Court) પાંચ જસ્ટિસની નિમણૂક બાદ ખંડપીઠ કામ ચાલુ કરશે. ત્યારબાદ બળવાખોર ધારાસભ્યો સહિત અન્ય વાતનો ખુલાસો થશે. તેના માટે થોડા દિવસ લાગશે. દેર હે પર અંધેર નહીં એવો કટાક્ષ પણ જયંત પાટીલે કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : સરકાર બદલાઈ તો નિર્ણય પણ બદલાયા- મહારાષ્ટ્રની શિંદે સરકારે બુલેટ ટ્રેનને લઈને આપી દીધી આ મંજૂરી- જાણો વિગતે 

જયંત પાટીલે એવો પણ દાવો કર્યો હતો કે કોર્ટના નિર્ણય બાદ રાજ્યપાલ(Governor) ફરી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જ મુખ્યપ્રધાન બનાવશે.

વિધાનસભા અધ્યક્ષ(Assembly Speaker) ચૂંટણી અને વિશ્વાસ મત દરમિયાન શિવસેનાના ધારાસભ્યોએ(MLA) વ્હિપનું ઉલ્લંઘન કરીને વોટ આપ્યો હતો હવે સુપ્રીમ કોર્ટ આ તમામ બાબતોનો નિકાલ લાવવા માટે ખંડપીઠની નિમણૂક કરશે. આગામી ત્રણ-ચાર મહિનામાં  નિર્ણય થઈ જશે. ત્યારબાદ રાજ્યપાલ ફરી ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવશે.
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version