Site icon

અફવાનું બજાર ગરમ- ઉદ્ધવના રાઈટ હેન્ડ પણ શિંદે ગ્રુપમાં જોડાવાની અટકળ- મળશે વિધાન પરિષદ અને મંત્રીમંડળમાં સ્થાન-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shiv Sena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) ખાસમખાસ અને રાઈટ હેન્ડ ગણાતા  મિલિન્દ નાર્વેકર(Milind Narvekar) પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના(CM Eknath Shinde) ગ્રુપમાં જોડાઈ જાય એવી જોરદાર ચર્ચા રાજકીય સ્તરે ચાલી રહી છે. નાર્વેકરને વિધાન પરિષદમાં(Legislative Council) સભ્ય પદ આપવાની સાથે મંત્રી મંડળમાં(cabinet) પણ સ્થાન આપવામાં આવશે એવું ચર્ચાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

મિલિન્દ નાર્વેકર ઉદ્ધવ ઠાકરેના એકદમ ખાસ માણસ ગણાય છે. તેમની મરજી વગર કોઈ ઉદ્ધવને મળી શકતું નથી એવું કહેવાય છે. તેઓ કોઈને ઉદ્ધવને મળવા દેતા નહોતા એવા અનેક વખત તેમના પર આરોપ પણ થઈ ચૂક્યા છે.

એકનાથ શિંદે સહિત શિવસેનાના ધારાસભ્યોના(Shivsena MLA) બળવા બાદ ઉદ્ધવ ઠાકરેની થયેલી પડતી બાદ હવે મિલિન્દ પણ તેમનો સાથ છોડીને શિંદે ગ્રુપમાં જોડાઈ જશે એવું ઘણા દિવસથી ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો- વિધાન પરિષદ માટે શિંદે સરકારે રાજ્યપાલને મોકલી 12 ઘારાસભ્યોની યાદી-જાણો વિગત

અંદરખાનેથી ચાલી રહેલી ચર્ચા મુજબ મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવે સરકારી કામકાજથી મિલિન્દને અલગ રાખ્યા હતા. આઘાડી સરકારમાં(Aghadi Sarkar) મુખ્ય પ્રધાનની કચેરીમાં(CM Office)ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (Officer on Special Duty) તરીકે નાર્વેકરની નિમણૂંક થવાની ચર્ચા હતી પરંતુ કોઈ કારણસર તે શક્ય થયું નહોતું. 2020માં વિધાન પરિષદની ચૂંટણીમાં(MLC Election) મિલિન્દ ઇચ્છુક હતા. પરંતુ તે બન્યું નથી.

મિલિન્દ નાર્વેકર અને એકનાથ શિંદે વચ્ચે ગાઢ સંબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સાથે પણ તેમના બહુ સારા સંબંધ છે. એકનાથ શિંદે વિધાનપરિષદમાં 12 સભ્યની યાદી રજૂ કરવાના છે, તેમાં એક નામ મિલિન્દ નાર્વેકરનુ પણ હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે સુરતમાં નારાજ થઈ ગયેલા એકનાથ શિંદેને મનાવવા માટે ઉદ્ધવના દૂત બનીને મિલિન્દ નાર્વેકર અને  રવિન્દ્ર ફાટક(Ravindra Phatak) ગયા હતા. બાદમાં ફાટક પોતે શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા હતા. તો મિલિન્દ ત્યારથી એકદમ અચાનક ગાયબ થઈ ગયા હોવાનું કહેવાય છે.
 

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version