News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર(Uddhav Government) ખતરમાં છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાની સાથે કેટલાક ધારાસભ્ય(MLA) સાથે સુરતની(Surat) મેરેડિયન હોટલમાં(Meridian Hotel) આવી ગયા છે. તેની વચ્ચે નારાજ એકનાથ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક(Ravindra Phatak) અને મિલિંદ નાર્વેકર(Milind Narvekar) બે નેતાઓ સુરતની હોટલ ખાતે આવી પહોંચ્યા છે. જોકે પહેલા તેમને પોલીસે મુખ્ય દ્વાર પર રોક્યા અને અડધા કલાક પછી તેમને જવા દીધા.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ મિલિંદ નાર્વેકર(Milind Narvekar) અને રવિન્દ્ર ફાટક શિવસેનાના ધારાસભ્યોને મળવા સુરત પહોંચ્યા હતા અને હાલમાં બંને હોટલની અંદર છે. ઉદ્ધવ ઠાકરેએ નારાજ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકરને તાબડતોબ સુરત ખાતે મોકલ્યા છે. બંને નેતાઓ સુરતની હોટલ ખાતે આવી એકનાથ શિંદે (Eknath shinde surat hotel) સાથે મુલાકાત કરી રોષ ખાળવાના પ્રયાસ કરશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ -એનસીપી સુપ્રીમો શરદ પવારે હાથ ખંખેરી લીધા કહ્યું- આમાં હું કંઈ ના જાણુ- આ શિવસેનાનો આંતરિક મામલો છે- જાણો બીજું શું કહ્યું
આમ જોવા જોઈએ તો એકનાથ શિંદેના ટ્વિટ(Tweet) પરથી લાગી રહ્યું છે કે તેઓ શિવસેના પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે. હિન્દુત્વનો(Hindutva) રાગ અલાપી શિંદે સાથી ધારાસભ્યો સાથે કઈંક મોટું કરવાની ફિરાકમાં છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે રિસામણા મનામણાનો 'સામનો' એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને આવેલા નેતાઓ કેવી રીતે પાર પાડે છે..