News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Minister Amit Shah)ને ગોવા(Goa)ના પ્રવાસ દરમિયાન 850 રૂપિયાની કિંમતની મિનરલ વોટર બોટલ(Mineral water bottle) આપવામાં આવી હતી અને તે પણજીથી(Panji) 10 કિમી દૂર સ્થિત એક શહેરમાંથી લાવવામાં આવી હતી, એમ રાજ્યના કૃષિ પ્રધાન રવિ નાઈકે મંગળવારે જણાવ્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર(twitter) પર રવિ નાઈક(Ravi Naik)ની આ કલીપ ફરી વળી છે.
"જ્યારે અમિત શાહ ગોવામાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા, ત્યારે તેમણે હિમાલય (બ્રાન્ડ)ની(Himalaya) પાણીની બોટલ માંગી હતી. તે પછી તે માપુસા જે પણજીથી લગભગ 10 કિમી દૂર સ્થિત) છે ત્યાંથી લાવવામાં આવી હતી એવું રવિ નાઈકે દક્ષિણ ગોવામાં(South Goa) એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું હતું. શાહ માટે જે મિનરલ વોટર ખરીદવામાં આવ્યું હતું તેની કિંમત 850 રૂપિયા પ્રતિ બોટલ હોવાનું તેમણે કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું, રાહુલ ગાંધીના દાહોદ કાર્યક્રમ બેઠકમાં 5 MLA રહ્યા ગેરહાજર; જાણો કોણ છે આ MLA
રવિ નાઈકે ગોવામાં વરસાદી પાણીના(Rain water) સંગ્રહ અને ભવિષ્યમાં પાણીની અછતને(Water shortage) લઈને સંબોધન કરી રહ્યા હતા, એ દરમિયાન તેમણે અમિત શાહ માટે મોંધા ભાવની પાણીની બાટલી મંગાવી હોવાનું કહ્યું હતું. તેમના આ વિધાનથી સ્થાનિક સ્તરે ભારે બબાલ થઈ છે.
ગોવામાં પુષ્કળ વરસાદ હોવા છતાં પાણીની અછત હોવાની ટીકા કરતા રવિ નાઈકે કહ્યું હતું કે સરકાર રાજ્યભરમાં ડેમ(Dam) બનાવી શકે છે, જ્યાં પણ પર્વતો છે, અને પાણીનો સંગ્રહ કરી શકે છે. તેમણે કાર્યક્રમમાં લોકોને ચેતવણી આપી કે ભવિષ્યમાં પાણીની અછતને કારણે લોકો પાણી માટે લડશે.