કુદરતનો કહેર આસામમાં પૂર અને જમીન ઢસડી- વિડીયોમાં જુઓ આફતની ભયાનકતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આસામમાં સતત થઈ રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનથી સામાન્ય જન-જીવન ખોરવાઈ ગયું છે. 

મીડિયા અહેવાલો અનુસાર સતત પડી રહેલા વરસાદના કારણે આસામના ગોપાલપુરા જિલ્લામાં ભૂસ્ખલન થયું છે. જેમાં બે સગીર બાળકો જીવતા કાટમાળમાં સમાય ગયા હતા. ત્યારબાદ રાહત અને બચાવ દળે બંને બાળકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે – અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણી ગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. દરમિયાન પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ સાંસદે ન્યાય પ્રક્રિયાને ઝડપી- પારદર્શક અને સરળ બનાવવાની કરી માંગણી-કાયદા અને ન્યાય મંત્રીને લખ્યો પત્ર-જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 3 દિવસોમાં 6 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ગયા મહિને આસામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસાના આગમન બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment