યોગી સરકારે રામનગરી અયોધ્યાને ટ્રાફિક જામથી રાહત આપવા માટે 400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય લીધો છે.
બસ સ્ટેશનના ક્ષમતા વિસ્તરણ અને નિર્માણ કાર્ય માટે સંસ્કૃતિ વિભાગની 9 એકર જમીન પરિવહન વિભાગને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
અયોધ્યાથી ગોરખપુર, આઝમગઢ, બલિયા, પ્રયાગરાજ, વારાણસી, લખનઉ, કાનપુર, શ્રાવસ્તિ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો સુધી લોકોને વધુ સારી પરિવહન સુવિધા મળશે અને પરિવહન નિગમને વધુ આવક થશે.
આ નિણઁય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાનું કામ જોરશોરથી ચાલુ છે.
