213
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે રાજીનામું આપી દીધું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હરક સિંહ રાવતે કોટદ્વારમાં મેડિકલ કોલેજનો મુદ્દો લટકી રહ્યો હોવાનો આરોપ લગાવીને તેમણે સરકારમાંથી રાજીનામું આપ્યું છે.
ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા હરક સિંહ રાવતે કહ્યું કે, હું 5 વર્ષથી મેડિકલ કોલેજ પોતાના મતવિસ્તાર માટે માંગી રહ્યો હતો, પરંતુ આ લોકોએ મને ભિખારી બનાવી દીધો.
હરક સિંહ રાવત હવે ચૂંટણી સમયે કોંગ્રેસ તરફ વળી શકે છે. જોકે હજુ સુધી પુષ્ટિ નથી થઇ, પરંતુ અટકળો લાગવાની શરૂ થઇ ગઇ છે.
હરક સિંહ રાવત ઉત્તરાખંડના મોટા નેતા છે, જેમણે 2016માં કોંગ્રેસ હાઈકમાન્ડ સામે બળવો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
You Might Be Interested In