અરર! ઉત્તરાખંડમાં લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને નડ્યો માર્ગ અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ મોત; રાહત અને બચાવ કાર્ય ચાલુ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,         

મંગળવાર,

ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે.

સોમવારે રાત્રે લગ્નમાંથી પરત ફરી રહેલું એક વાહન ખીણમાં પડી ગયું હતું, જેમાં લગભગ 14 લોકોના મોત થયા છે. 

આપત્તિ શમન ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. 

વાહન ઊંડી ખાઈમાં પડી જતાં રાહત કાર્યમાં લાગેલા સુરક્ષાકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મૃત્યુઆંક વધવાની આશંકા છે, જ્યારે અકસ્માતમાં વધુ ત્રણ લોકો ગુમ થયાની આશંકા છે. 

જોકે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અકસ્માત ઓવર રાઈડિંગને કારણે થયો હોવાની આશંકા છે. 

વાહ!! આખરે નાના વેપારીઓની મહેનત ફળી, વેપારીઓના ભવિષ્યને લઈને કેન્દ્રએ લીધો આ નિર્ણય. જાણો વિગત

Exit mobile version