કોરોનાનું સંક્રમણ ઘટતા ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટછાટ સાથે કોવિડ કર્ફ્યુ 29 જૂન સુધી લંબાવ્યો છે.
આ દરમિયાન દુકાનો અઠવાડિયાના પાંચ દિવસ સવારે 8 થી સાંજના 5 સુધી ખુલ્લી રહી શકશે.
સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. જ્યારે આવશ્યક સેવાઓની કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવામાં આવશે.
હોટેલ, રેસ્ટોરાં અને બાર 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત રહી શકશે.
જોકે અન્ય રાજ્યોથી ઉત્તરાખંડ આવતા લોકો માટે કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
