News Continuous Bureau | Mumbai
લવ-જીહાદનો(Love-Jihad) મુદ્દો દેશમાં એકદમ સંવેદનશીલ કહેવાય છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદે(VHP) શુક્રવારે બજરંગ દળની(Bajrang Dal) એક હેલ્પલાઈન(help line) લોન્ચ કરી હતી. ઉત્તર પ્રદેશના(Uttarpradesh) પાંચ જિલ્લા સહિત 20 રિજનમાં તેમની હેલ્પલાઈન હિંદુઓનું સંરક્ષણ(Hindus Protection) જીહાદી ફોર્સથી(Jihadi Force) કરશે એવો દાવો કરવામાં આવ્યો છે.
VHPની યુથ વિંગ(Youth Wing) કહેવાતી બજરંગ દળે દેશનું 44 રિજનમાં સીમાંકન (Region delimitation) કર્યું છે અને આ હેલ્પ લાઈન દેશના 20 રિજનમાં લોન્ચ કરી છે.
ભાજપ(BJp)ની સસ્પેન્ડેડ સ્પોકપર્સન(Suspended spokesperson) નુપુર શર્માની(nupur sharma) વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તાજેતરમાં ઉદયપુરમાં(Udaipur) વ્યવસાયે ટેલર કનૈયાલાલની(Kanaiyalal's murder) બે આરોપીઓએ હત્યા કરી નાંખ્યા બાદ VHPની યુથ વિંગ કહેવાતી બજરંગ દળે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના સૂપડા સાફ- 15 વર્ષ બાદ ભાજપે કોંગ્રેસથી આંચકી આ નગરપાલિકા-તમામ વોર્ડમાં લહેરાયો ભગવો
ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લામાં આ હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે, જેમા કાનપૂર(Kanpur), વારાણસી(Varanasi) ગોરાક્ષ (ગોરખપૂર) અને અવધ (લખનૌ)નો સમાવેશ થાય છે. એ સિવાય ગુજરાત(Gujsrat), રાજસ્થાન(Rajasthan), પંજાબ(Punjab), હિમાચલ પ્રદેશ(Himachal Pradesh), જમ્મુ કાશમીર, દિલ્હી, કર્ણાટક, બિહાર, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં(Madhya pradesh) પણ હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.