Site icon

શરદ પવાર સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એ પાંચ કરોડ રૂપિયાના જોગિંગ ટ્રેક પર પાર્ક કરી દીધી ગાડીઓ. ખેલાડીઓ ને નુકસાન, નેતાઓની બેદરકારી. કેન્દ્ર સરકાર ની લાલ આંખ. જાણો આખો મામલો શું છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

રમતવીરોને દોડવા માટેના ટ્રેક પર મહારાષ્ટ્રના અગ્રણી વીઆઈપી નેતાઓ સહિત મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ પ્રધાનોએ પોતાના વાહનો પાર્ક કરવાનો બનાવ બન્યો છે. જેની સામે  સ્પોર્ટસ પ્રધાન કિરન રિજ્જુ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

બન્યું એવુ કે થોડા દિવસ પહેલા પુણેમાં એક રાજકીય બેઠક યોજાઈ હતી. એ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર સહિત અનેક રાજકીય અગ્રણીઓએ પોતાના વાહનો  પૂણેના પ્રખ્યાત શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં એથ્લેટ્સ માટેના ટ્રેક પર વાહનો પાર્ક કર્યા હતા. આ મુદ્દે પુણેના ભાજપના વિધાનસભ્ય  સિદ્ધાર્થ શિરોલેએ ટ્વિટ કર્યા બાદ પ્રકાશમાં આવી હતી. સોશિયલ મિડિયામાં ભારે ટીકા થયા બાદ કિરન રિજ્જૂએ પણ તેની નોંધ લઈને ખેદ વ્યકત કર્યો હતો. અગ્રણી નેતાઓ અને રાજ્ય સરકારના પ્રધાનોના આવા વર્તાવની તેમણે સખત શબ્દોમાં ટીકા પણ કરી હતી.

માંડ-માંડ બચ્યા અમરેલીના એસપી સાહેબ; દરિયામાં નહવા ગયેલા એસપી ડુબતા બચ્યા, જાણો વિગતે શું છે ઘટના

વિધાનસભ્ય  સિદ્ધાર્થ શિરોલેએ કરેલી ટ્વિટ મુજબ શરદ પવાર સહિત સ્પોર્ટસ મિનિસ્ટર સુનીલ કેદાર અને રાજ્ય પ્રધાન અદિતિ તટકરેએ ટ્રેક પર વાહન પાર્ક કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવાર ઈન્ડિનયન ઓલેમ્પિક અસોસિયેશનના પ્રેસીડન્ટ છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version