ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકના શિક્ષણનો બારમા ધોરણ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે એવો એક પ્રસ્તાવ મહારાષ્ટ્રનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલ્યો છે.
આ અંગે ટ્વીટ કરી વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે “કોરોનાએ ઘણાં બાળકોનાં માથાં ઉપરથી માતાપિતાની છત્રછાયા છીનવી લીધી છે. સપોર્ટના અભાવને કારણે તેઓ શિક્ષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ઉચ્ચ અને તકનિકી શિક્ષણ વિભાગે આ બાળકોની ધોરણ ૧૨ સુધી મફત શિક્ષણ અને આગળ શિક્ષણની જવાબદારી લેવા મેં મુખ્ય પ્રધાનને આ બાબતે પ્રસ્તાવ મોકલ્યો છે.”
મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડનો મોટો નિર્ણય; આ રીતે થશે દસમાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, જાણો વિગત
મુંબઈ ભાજપે આને દગો ગણાવ્યો છે. મુંબઈ ભાજપે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટેગ કરી ટ્વીટ કરતાં લખ્યું હતું કે “કોરોના રોગચાળામાં તેમનાં માતાપિતાને ગુમાવનારા બારમા ધોરણ સુધીનાં બાળકોને સરકારી શાળાઓમાં નિ:શુલ્ક શિક્ષણ આપવાનો પ્રસ્તાવ એક દગો છે. પહેલેથી જ મ્યુનિસિપલ શાળાઓમાં નિ:શુલ્ક શિક્ષણ છે જ, ત્યારે ઠાકરે સરકાર શું દાન આપશે? દગો કરવો એ જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું મહારાષ્ટ્ર મૉડલ છે.”
