Site icon

ભાજપ હાઈ કમાન્ડે કર્યા સંગઠનમાં મોટા ફેરફાર, સાઈડલાઈન કરી દેવાયેલા આ ભાજપના આ નેતાને મળ્યુ પ્રમોશન; સોંપાઈ રાષ્ટ્રીય સ્તરની જવાબદારી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પક્ષમાં મોટા ફેરફાર કર્યા છે. આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ વગેરે રાજયમાં વિધાનસભાની ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખી પક્ષમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હોવાનું માનવામાં છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન વિનોદ તાવડેને પક્ષના જનરલ સેક્રટરી પદની  કમાન સોંપવામાં આવી છે, તેને કારણે પક્ષમાં ફરી એક વખત તેમનું વર્ચસ્વ વધી ગયું છે. 

Join Our WhatsApp Community

વિનોદ તાવડે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા રહી ચૂકયા છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમા પક્ષે તેમને ટિકિટ આપી નહોતી. લાંબા સમયથી તેઓ સાઈડલાઈન થઈ ગયા હતા. જોકે જનરલ સેક્રેટરી પદે નીમાતા હવે કેન્દ્રમાં તેમનું કદ વધ્યું છે. 

ભર શિયાળે ચોમાસું! મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ; IMDએ આ જિલ્લા માટે જારી કર્યું યલો એલર્ટ 

તાવડે સિવાય ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શહજાદ પુનાવાલાને રાષ્ટ્રીય પ્રવક્તા જાહેર કર્યા છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી સાથે થયેલા અણબનાવ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. બિહારના શઋતુરાજ સિંહા અને ઝારખંડના આશા લકડાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version