Site icon

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મારપીટ, BJP-TMC વિધાયકો બાખડી પડ્યા, જુઓ વિડીયો જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

 પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપ અને ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી અને મારામારીના દ્રશ્યો સર્જાયા છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ બંગાળ વિધાનસભામાં બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર વચ્ચે મારામારી થઈ હતી. આ લડાઈમાં અસિત મજુમદાર ઘાયલ હોવાનું કહેવાય છે, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ હોબાળા અને મારામારી પછી વિધાનસભાથી શુભેન્દુ અધિકારી સહિત પાંચ ભાજપ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ધારસભ્યોમાં શુભેન્દુ અધિકારી, મનોજ તિગ્ગા, નરાહરી મહતો, શંકર ઘોષ, દીપક બરમન સામેલ છે. સાથે જ તેમને આગામી આદેશ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બંગાળ વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. એવામાં વિધાનસભામાં થયેલા આ કથિત હુમલા બાદ ભાજપના ધારાસભ્યો વિધાનસભાની બહાર આવી ગયા હતા. આ ઘટનાને લઇને ભાજપનાં ધારાસભ્યોએ એવો આરોપ લગાવ્યો છે કે, તેઓ બીરભૂમ પર ચર્ચા કરવા ઇચ્છતા હતાં પરંતુ આ મામલે હોબાળો મચ્યા બાદ ટીએમસીના ધારાસભ્યો મારામારી પર ઉતરી આવ્યા હતાં.

આ સમાચાર પણ વાંચો :  ભારતની મુલાકાત આવે તે પહેલા જ આ દેશના વડાપ્રધાન થયા કોરોનાગ્રસ્ત.. થયા હોમ ક્વોરન્ટાઈન; જાણો વિગતે
 

Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Exit mobile version