News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે એક મોટું એલાન કર્યું છે.
તેમણે જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમિયાન કહ્યું કે, તેઓ 10 દિવસની અંદર પોતાની નવી પાર્ટીનું એલાન કરશે.
દરમિયાન તેમણે કહ્યું કે આર્ટિકલ 370ને હું, શરદ પવાર કે મમતા બેનર્જી કોઈ પાછુ લઈ શકીએ નહીં.
નવી રાજકીય પાર્ટીનો એજન્ડા અંગે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો છે અને સ્થાનિક લોકોની નોકરી અને જમીનના અધિકારોનું રક્ષણ કરવાના કામ કરવામાં આવશે.