News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના(Rajasthan) શ્રીગંગાનગર જિલ્લાના(Sriganga nagar district) જવાહર નગર પોલીસ સ્ટેશન(Jawahar Nagar Police Station) વિસ્તારમાં આવેલી રાજસ્થાન મરુધરા ગ્રામીણ બેંકમાં(Marudhara Gramin Bank) શનિવારે મોડી સાંજે છરી બતાવીને લૂંટના ઈરાદે આવેલા બદમાશોએ(Robbers) પ્રવેશ કર્યો હતો. જોકે બેંકમાં કામ કરતા સ્ટાફે હિંમત બતાવી લૂંટને નિષ્ફળ બનાવ્યો. એટલું જ નહીં આરોપીને પણ પકડી પાડ્યો.
પ્રાપ્ત જાણકારી મુજબ આરોપી શનિવારે મોડી સાંજે બેંક લૂંટવાના ઈરાદે બેંકમાં ઘુસ્યો હતો અને બેંક કર્મચારીઓને(Bank employees) બંધક(hostage) બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ્યારે આરોપી બેંક કર્મચારીઓના મોબાઈલ આંચકી રહ્યો હતો તે જ સમયે બેંકના બ્રાંચ મેનેજર(Branch Manager of the Bank) પૂનમ ગુપ્તાએ ડ્રાયરમાંથી કાતર કાઢીને બદમાશ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ બેંકના અન્ય કર્મચારીઓએ પણ હિંમત દાખવી હતી. અને થોડી જ સેકન્ડોમાં બદમાશને પકડી લીધો.
Brave rmgbank staff foiled loot in Sri Ganganagar
Rmgbank is my bank I retired 2018 pic.twitter.com/V2v0HtnLjK— RadheyShyam #BharatJodoYatra (@rsdaroga) October 15, 2022
આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો સાવધાન- પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો થશે આ કડક કાર્યવાહી- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા નિર્દેશ
દરમિયાન હવે બેંક લૂંટવાના નિષ્ફળ પ્રયાસના સીસીટીવી ફૂટેજ(CCTV footage) સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બદમાશ પોતાની સાથે એક બેગ અને મોટી છરી લઈને આવ્યો હતો. તે જ સમયે, તેણે પોતાનો ચહેરો સંપૂર્ણપણે કપડાથી ઢાંકી દીધો હતો. બેંકમાં પ્રવેશતાની સાથે જ તેણે ત્યાં હાજર તમામ કર્મચારીઓને છરી બતાવીને ધમકાવ્યો અને લોબીમાં ભેગા થવા કહ્યું. આ દરમિયાન જ્યારે તે બેંક કર્મચારીઓ પાસેથી મોબાઈલ ઝૂંટવી રહ્યો હતો ત્યારે બેંક મેનેજર પૂનમ ગુપ્તાએ હિંમત અને બહાદુરી બતાવી કાતરની મદદથી બદમાશ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બદમાશ ભડક્યો અને બેંક કર્મચારીઓએ મળીને બદમાશને પકડી લીધો. હાલમાં, શ્રીગંગાનગર પોલીસ બદમાશની પૂછપરછમાં વ્યસ્ત છે અને તેના ગુનાહિત ઇતિહાસની શોધ કરવામાં આવી રહી છે.