News Continuous Bureau | Mumbai
વિધાન પરિષદની ચૂંટણી(MLC election)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ની 5 બેઠકો પર શાનદાર જીત સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય (Maharashtra politic)ભૂકંપ આવ્યો છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray Govt)ની સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે. આ વચ્ચે અનેક ધારાસભ્યો સાથે સુરત(Surat) પહોંચેલા એકનાથ શિંદે(eknath Shide) વિરુદ્ધ શિવસેનાએ મોટું એક્શન લીધું છે. તેમને શિવસેનાના ધારાસભ્ય(MLA) દળના પદેથી હટાવી દીધા છે. શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના પદ પરથી હટાવીને અજય ચૌધરી(Ajay Choudhary)ને તેની કમાન સોંપી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે ગુજરાતની આ પાર્ટીના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું- અચાનક આવેલા હાઇકમાન્ડ ના આદેશથી આશ્ચર્ય
આ કાર્યવાહી બાદ નારાજ નેતા એકનાથ શિંદેએ પણ તીખી પ્રતિક્રિયા(reaction) આપી છે અને ઉદ્ધવ ઠાકરે પર સત્તા માટે હિન્દુત્વ(Hindutva) સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદે(Eknath Shinde)એ એક ટ્વિટ કર્યું છે કે, અમે બાળાસાહેબIBalasaheb Thakckeray)ના કટ્ટર શિવ સૈનિક(Shivsainik) છીએ, બાળા સાહેબે અમને હિન્દુત્વનાં પાઠ શીખવ્યા છે. બાળા સાહેબના સિદ્ધાંતો(Princilpals) અને આનંદ દીઘે(Anand Dighe) સાહેબનાં શીખવેલા પાઠ સાથે અમે સત્તા ખાતર છેતરપિંડી નહીં કરીએ.