News Continuous Bureau | Mumbai
હાલ ભારતીય જનતા પાર્ટી(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચે વાકયુદ્ધ(Verbal war) ચાલુ છે. તેમાં એક અંક આગળ વધારતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM uddhav thackeray) કહ્યું છે કે મારા પિતા બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) એક ભોળા વ્યક્તિ હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીએ તેમને ઘણી વખત મૂર્ખ બનાવ્યા. આકરી ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેક હિન્દુત્વની(Hindutva) આડમાં તો ક્યારેક રાષ્ટ્રીયતાની આડમાં હંમેશા શિવસેનાને છેતરતી આવી છે.
આ સમાચાર પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ વિશે ઉદ્ધવ ઠાકરેની વિકેટ લીધી. જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે શિવસેનાના નેતા ક્યાં હતા?
જોકે હવે સમય બદલાયો છે અને બદલાતા સમયની સાથે હું ભારતીય જનતા પાર્ટીની જાળમાં ફસાવવાનો નથી. અખબાર લોકસત્તા ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે હું સમજી વિચારીને ભારતીય જનતા પાર્ટી સાથે ડીલ કરી રહ્યો છું. આ પાર્ટી મને દગા ફટકાથી હરાવી નહીં શકે.
આમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર અત્યાર સુધીની સૌથી આકરી ટીકા કરી છે.