News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ની વિકાસ આઘાડી સરકાર(MVA Govt) પર સંકટના વાદળો હાલ ચારેબાજુ જબરદસ્ત રીતે ઘેરાઈ રહ્યા છે. જેનું કારણ શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) છે, જે પાર્ટીથી નારાજ છે અને હાલ તેઓએ મહારાષ્ટ્રની બહાર ગુજરાત(Gujarat)માં ધામા નાંખ્યા છે, જેણા કારણે મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt)ની ઉંઘ ઉડી ગઈ છે.
Maharashtra | A banner, reading 'Your arrogance would last 4 days, our kingship is inherited', seen outside the residence of Shiv Sena leader Sanjay Raut in Mumbai.
The banner has been put up by Shiv Sena Corporator Deepmala Badhe. pic.twitter.com/N4WkJA0riB
— ANI (@ANI) June 22, 2022
દરમિયાન શિવસેના(Shivsena)ના નેતા સંજય રાઉત(Sanjay Raut)ના ઘરની બહાર લાગેલા પોસ્ટરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટર(Poster)માં લખ્યું છે કે, ‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ. જય મહારાષ્ટ્ર.’ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ આ પોસ્ટર શિવસેનાની કોર્પોરેટર દીપમાલા બધે(Shivsena Corporatot Deepmala Badhe)એ લગાવ્યું છે
આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે સંજય રાઉત તેમના નિવેદનો માટે રાષ્ટ્રીય સ્તર પર જાણીતા છે. તેઓ અવારનવાર મીડિયા સમક્ષ નિવેદનો આપતા રહે છે.