Site icon

સ્ટંટ બાજી કરવી ભારે પડી- ચાલતી કારની ડીકી પર યુવકોએ એક બાદ એક સ્કાય શોટ ફટાકડા ફોડ્યા- થઈ ગઈ ધરપકડ- જુઓ વાયરલ વિડીયો 

News Continuous Bureau | Mumbai

દિલ્હી-NCRમાં દિવાળી(Diwali) પર પ્રતિબંધ છતાં કેટલાક વિસ્તારોમાં ફટાકડા(Burning fire craker) ફોડવામાં આવ્યા હતા. ગુરુગ્રામમાં એક ચાલતી કારની ટ્રન્ક પર રાખીને આતશબાજી કરવામાં આવી હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો ગુરુગ્રામ(Gurugram) ના સાયબર હબ વિસ્તારનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાળા રંગની હુન્ડાઈ વરના કારને ડ્રાઇવર બેદરકારીથી ચલાવી રહ્યો છે. કારની ટ્રન્કથી એક બાદ એક સ્કાય શોટ ફટાકડા છોડવામાં આવી રહ્યા છે. તો કારની પાછળ ચાલી રહેલા કોઈએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મહારાષ્ટ્ર રાજભવન ખાતે જોવા મળ્યો અદ્ભૂત નજારો- મોરની જોડીએ માણયો સૂર્યાસ્તનો આનંદ- જુઓ ફોટોગ્રાફ્સ 

આ વીડિયો વાયરલ થતા દિલ્હી(Delhi) ના DLF ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. આ કેસમાં સિકંદરપુરના 3 યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version