News Continuous Bureau | Mumbai
Noida: દિલ્હીના નોઈડાની હાઈરાઈઝ સોસાયટીઓમાં દરરોજ લિફ્ટમાં ( lift ) લોકો ફસાઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. ત્યારે સેક્ટર 137માં આવેલી પારસ ટિયર સોસાયટીમાં રવિવારે ટાવર-5ના ચોથા માળની લિફ્ટ બ્રેક ફેલ થતાં ફરી એકવાર મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યારે રહેવાસીઓ લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને લીફ્ટ નીચે જવાને બદલે ઉછાળા લિફ્ટ સીધી 25મા માળે પહોંચી બિલ્ડીંગના સિલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં લિફ્ટના ઉપરના માળની સિલિંગ તૂટી ગઈ હતી. આ અકસ્માતમાં લિફ્ટમાં હાજર ત્રણ લોકોને આ કારણે ગંભીર ઈજા થઈ હતી.
Noida: આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો…
આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વાસ્તવમાં, ટાવર-5ની લિફ્ટ ( Brake failure ) ચોથા માળે અટકી પડી હતી. તે બાદ જ્યારે રહેવાસીઓ ( residents ) લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે ઝડપથી ઉછળીને સીધી 25માં માળે પહોંચી ગઈ હતી. જેમાં લિફ્ટ ઉપરના માળથી ટકરાતા ઉપરની સિલિંગ તૂટી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai : ગજબનો કારભાર.. મુંબઈ શહેરના આધુનિકરણ માટે પહેલા કરી વૃક્ષોની હત્યા, હવે પાલિકા રોપશે 10 નવા બાઓબાબ વૃક્ષો..
અકસ્માત દરમિયાન લિફ્ટ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ટાવરની ( High Rise Building ) સિલિંગ તૂટી પડી હતી. આ અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના અન્ય રહીશો એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ ટાવરની બંને લિફ્ટ બંધ કરી દેવામાં આવી હતી અને રહેવાસીઓને સીડીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
અકસ્માતની માહિતી મળતાં જ નોઈડા પોલીસ ( Noida Police ) અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, ટેકનિકલ ખામીના ( technical defects ) કારણે લિફ્ટ નીચે આવી અને ઉછાળા સાથે ઉપર તરફ ચાલી ગઈ હતી એમ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં લિફ્ટમાં બેઠેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.