Site icon

Noida: નોઈડાની આ સોસાયટીમાં થયો મોટો અકસ્માત, લિફટ 25માં માળની સિલિંગ તોડીને ઉપર પહોંચી, 3 ઘાયલ..

Noida: દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં ફરી એકવાર લિફ્ટ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. નોઈડાના સેક્ટર-137ની પારસ ટિએરા સોસાયટીમાં ટાવર-5ના ચોથા માળની લિફ્ટ અટકી પડી હતી. જ્યારે લોકો લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ અને તે ઝડપથી ઉછળા સાથે લિફ્ટ સીધી 25મા માળે પહોંચી ગઈ હતી.

A big accident happened in this society of Noida, the lift broke the ceiling of the 25th floor and reached up, 3 injured.

A big accident happened in this society of Noida, the lift broke the ceiling of the 25th floor and reached up, 3 injured.

 News Continuous Bureau | Mumbai

Noida: દિલ્હીના નોઈડાની હાઈરાઈઝ સોસાયટીઓમાં દરરોજ લિફ્ટમાં ( lift ) લોકો ફસાઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. ત્યારે સેક્ટર 137માં આવેલી પારસ ટિયર સોસાયટીમાં રવિવારે ટાવર-5ના ચોથા માળની લિફ્ટ બ્રેક ફેલ થતાં ફરી એકવાર મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યારે રહેવાસીઓ લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને લીફ્ટ નીચે જવાને બદલે ઉછાળા લિફ્ટ સીધી 25મા માળે પહોંચી બિલ્ડીંગના સિલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. 

Join Our WhatsApp Community

આ અકસ્માતમાં લિફ્ટના ઉપરના માળની સિલિંગ તૂટી ગઈ હતી. આ અકસ્માતમાં લિફ્ટમાં હાજર ત્રણ લોકોને આ કારણે ગંભીર ઈજા થઈ હતી.

 Noida: આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો…

આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વાસ્તવમાં, ટાવર-5ની લિફ્ટ ( Brake failure ) ચોથા માળે અટકી પડી હતી. તે બાદ જ્યારે રહેવાસીઓ ( residents ) લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે ઝડપથી ઉછળીને સીધી 25માં માળે પહોંચી ગઈ હતી. જેમાં લિફ્ટ ઉપરના માળથી ટકરાતા ઉપરની સિલિંગ તૂટી પડી હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai : ગજબનો કારભાર.. મુંબઈ શહેરના આધુનિકરણ માટે પહેલા કરી વૃક્ષોની હત્યા, હવે પાલિકા રોપશે 10 નવા બાઓબાબ વૃક્ષો..

અકસ્માત દરમિયાન લિફ્ટ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ટાવરની ( High Rise Building ) સિલિંગ તૂટી પડી હતી. આ અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના અન્ય રહીશો એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ ટાવરની બંને લિફ્ટ બંધ કરી દેવામાં આવી હતી અને રહેવાસીઓને સીડીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું.

અકસ્માતની માહિતી મળતાં જ નોઈડા પોલીસ ( Noida Police ) અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, ટેકનિકલ ખામીના ( technical defects ) કારણે લિફ્ટ નીચે આવી અને ઉછાળા સાથે ઉપર તરફ ચાલી ગઈ હતી એમ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં લિફ્ટમાં બેઠેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version