News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અહીં બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ સાથે કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હળવો બળપ્રયોગ કરીને બંને પક્ષના લોકોને વિખેરવા અને શાંતિ જાળવી રાખી હતી. આ ઘટના મોડી રાત્રે 12.30 વાગ્યે સંભાજી નગરના કિરાડપુરા મંદિરની બહાર બની હતી.
#Maharashtra | A clash broke out between two groups in Chhatrapati Sambhajinagar’s #Kiradpura area
Stones were pelted, some private & police vehicles were set on fire. Police used force to disperse the people and now the situation is peaceful. Police will take strict action… pic.twitter.com/vVoQK2chZk
— Subodh Kumar (@kumarsubodh_) March 30, 2023
મીડિયા રિપોર્ટ મુજબ આ હંગામો મંદિરની બહાર બે યુવકો વચ્ચેના પરસ્પર ઝઘડાથી શરૂ થયો હતો અને ત્યારબાદ બંને યુવકોએ પોતપોતાના પક્ષના લોકોને બોલાવ્યા હતા. આ પછી મામલો સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગયો. ઘટના સ્થળે પહોંચેલા બંને પક્ષના લોકોએ પહેલા એકબીજા સાથે ઝપાઝપી કરી અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન એક તરફના લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ગાડીઓને પણ લોકોએ આગ ચાંપી દીધી હતી.
હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ પ્રશાસન અને તમામ પક્ષોના રાજકીય આગેવાનોએ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને અપીલ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર જાહેરાતને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, હવે અહીં સ્થિતિ કાબૂમાં છે.
આ સમાચાર પણ વાંચો : આજે છે રામ નવમી, આજના પાવન અવસરે આ શુભ મુહૂર્તમાં કરો રામલલ્લાની પૂજા, જાણો વિધિ અને ખાસ ઉપાય