News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સમાવિષ્ટ કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી મોટા ભાગની આજુ બાજુની સોસાયટીઓ કામરેજ, નવાગામ તેમજ ખોલવડ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત માટે કોઈ કચાશ બાકી રાખવામાં નથી આવતી. કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે આવેલી આકૃતિ અને અવસર બંગ્લોઝ નજીક જાહેર માર્ગ નજીક ગંદકીથી ખદબદી રહ્યો છે.


ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા તેમની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જે તે વિસ્તારમાં થતી ગંદકી સહિતની સફાઈ કરવાની જવાબદારી રહેલી હોય છે. ત્યારે કામરેજ વિસ્તારની બાપા સીતારામ ચોક નજીક જાહેર માર્ગને અડીને કચરા સહિત ગંદકીથી દૂષિત પાણીનો સંગ્રહ જે લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે એ ગંદકી વાળા સ્થળ પર ગેરકાયદેસર ગંદકી યુક્ત કચરો પણ ઠલવાઈ રહ્યો. ગંદકી યુક્ત દુર્ગંધ ફેલાવતું દૂષિત પાણી સહિત આજુબાજુમાં કચરાના ઢગલાને કામરેજ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કરી સ્વચ્છતા જાળવવામાં આવે એવી એ વિસ્તારના રહીશોને માંગ છે.
આ સમાચાર પણ વાંચો : ડાયમંડ સીટી સુરતના કામરેજની આ હોસ્પિટલમાં વિના મૂલ્યે કેમ્પ યોજાયો