Bardoli : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી, બારડોલીમાં બિનઅધિકૃત તમાકુ વેચનારા પાસેથી વસૂલાયો અધધ આટલા કરોડનો દંડ..

Bardoli : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી, બારડોલીમાં બિનઅધિકૃત તમાકુ વેચનારા પાસેથી વસૂલાયો અધધ આટલા કરોડનો દંડ..

News Continuous Bureau | Mumbai 

 Bardoli : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે બારડોલી ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા વેપારીઓ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ. ૧૬,૭૦૦નો દંડ વસુલ કર્યો હતો.

Bardoli Tamaku Virodhi zumbesh (2)

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફીસર શ્રી ડો.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ ઝુંબેશ હાથ ધરી COTPA -૨૦૦૩ એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમના એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ના કાઉન્સીલર કિર્તીરાજ સોલંકી, ડી. એસ. આઈ. હસમુખ રાણા, તાલુકા આરોગ્ય કચેરી- બારડોલીની આરોગ્ય ટીમ અને બારડોલી પોલીસના પી.આઈ. વી.એન.ગાગીયા, પો.કો. યતીન ચૌધરી પો.કો. કાનકસિંહ સરવૈયા સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા દંડ તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાન પર લગાવવાના નિયત માપ પ્રમાણે સુચના-બોર્ડ લગાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Smart village: સમયની સંગાથે ગામડા પણ બન્યા આધુનિક, સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું આ ગામ બન્યું સ્માર્ટ વિલેજ..

Exit mobile version